SCHOOL HISTORY



                                                                        શ્રી
                                         “  તેજસ્વિ નો અધીતમ અસ્તુ
                  શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરા.                             
સ્થાપના અને ઇતિહાસ 
જુમ્મેદાર મંડળ  શ્રી સયાજી હાઈસ્કૂલનું (Board of Trustees) આપ સૌનો સત્કાર કરતા અત્યંત  આનંદ અનુભવે છે. આ શાખાની સ્થાપના થયે ૧૦૬ વર્ષ પુરા થયા છે. તા. ૧-૧૧-૧૯૦૬ આ શાળાની સ્થાપનાનો મંગળ દિવસ છે. ત્યા સુધી વડોદરામાં માત્ર એક જ સરકારી માધ્યમિક શાળા હતી. વડોદરાના વિધાર્થીઓને સગવડ આપવા સરકારના બોજાને હળવો કરવા સરકારના જ આગ્રહથી વડોદરા રાજ્યની કાઉન્સિલ ના તારીખ ૨૫-૬-૧૯૦૬ ના હુકમના આધારે કેળવણી પ્રધાનના તા.૧૨-૭-૧૯૦૬ ના પરિપત્ર નંબર ૧૯૭૩ પેટ મુજબ મંગલ પ્રારંભ થયો.

વટવુક્ષના છાયામાં
સિતારા આભમાં એમજ કૈ ઉગીનથી નીકળ્યા
 અમે રાતોના જાગી જાગીને આ ધરતી ખેડી છે.
એક નાના રોપામાંથી વિશાળ વટવુક્ષ બનેલી શ્રી સયાજી હાઈસ્કૂલના પાયામાં સરસ્વતીના પરમ ઉપાસક પેટલાદના નાગર ગુહસ્થ શ્રી હીરાભાઈ જેઠાભાઈ મજમુદારની જ્ઞાન પિપાસા ધરબાયેલી છે શિક્ષણના પ્રચાર પ્રસારની શુભ નિષ્ઠાથી ઈ.સ. ૧૯૦૬ માં તેઓશ્રીએ ગ્રાન્ટ ઈન એઈડ હાઈસ્કૂલ  નામની આ શાળાની સ્થાપના કરી હતી. જેણે ઈ.સ. ૨૦૦૬ માં શતાબ્દિ વર્ષમાં પ્રવેશ કર્યો  છે સો વર્ષપૂર્વે વડોદરા નગરીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલીજ શાળાઓ હતી ત્યારે પણ શ્રી સયાજી હાઈસ્કૂલની ગણના નોંધપાત્ર શાળા તરીકે થતી તેથી તેનો ઇતિહાસ રસપ્રદ છે.

વડોદરા આજે ન્યાયમંદિરની પાસે સાધના ટૉકીઝના સ્થળે શરૂઆતમાં શ્રી સયાજી હાઈસ્કૂલ એક ખાનગી મકાનમાં બેસતી શાળાના આધસ્થાપક શ્રી હીરાલાલ મજમુંદાર શાળાના વિકાસ માટે સતત ચિંતા સેવતા અને પ્રયાસો કરતા કમનશીબે એ શાળાના મકાનમાં ઓચિંતી આગ લાગી અને શાળાના રાચરચીલા સહિતનું એ મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું. તે સમયે આશરે રૂપિયા પાંચ હજારના મૂલ્યનું ફર્નીચર અને પુસ્તકો પણ તેમાં હોમાઈ ગયા. શ્રી હીરાલાલ આ ધટનાથી હતાશ થઈ ગયા પરંતુ તેમના પરમમિત્ર અને શાળાના તાત્કાલિન આચાર્ય શ્રી હીરાભાઈ શ્રોફે તેમને હિંમત આપી અને પુન:  શાળાને બેઠી કરવા પ્રેર્યા આવી મોટી શાળાને અનુરૂપ મકાન શહેરમાં કાયાંથી હોય ? ન્યાતની વાડીઓ અને ધર્મશાળાઓ શાળાને અનુકુળ હતી નહી મકાનની શોધમાં ખાસ્સો સમય નીકળી ગયો. એટલમાં એક દિવસ હીરાભાઈની નજર ધડીયાળી પોળમાં આવેલા સરકારી ટંકશાળના મકાન ઉપર પડી ધણા વર્ષોથી ટંકશાળ બંધ હતી એ મકાન હાઈસ્કૂલ ને માટે પ્રાપ્ત કરવાનો હીરાલાલે મનસૂબો કર્યો. અંતે વિધાધિકારી અને દીવાનને સમજાવીને એમણે એ મકાન શાળા માટે ભાડેથી મેળવ્યું. ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન આપવાનું અને કેળવણીના પ્રચારનો શ્રીમંત મહારાજા  ગાયકવાડનો ઉદ્દેશ આથી સફળ થશે એ વાત હીરાલાલ ભાઈએ દીવાન સાહેબના મગજમાં બરાબર ઠસાવી.તેથી દીવાને આ મકાન શાળાને ભાડાથી આપવાનો હુકમ કર્યો ત્યારે મકાન ઇજનેર ખાતાના તાબામાં હોવાથી તે મેળવવા અને ભાડાનો દસ્તાવેજ કરવા એમણે ચીફ ઈજનેરનો સંપર્ક કર્યો . ટોકન ભાડું નક્કી થયું અને મકાનનો  કબજો મેળવવા ભગ્યશાળી બની . ઇ.સ. ૧૯૦૮ ના જૂન માસથી શાળાની શરૂઆત આ નવા મકાનમાં થઈ અને કૈલાસવાસી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડનું પુણ્યનામ સંસ્થા સાથે જોડવામાં આવતા શાખા શ્રી સયાજી હાઈસ્કૂલ નામથી પ્રસિધ્ધિ પામી.  ઈ.સ. ૧૯૪૯ થી આ બન્ને મકાનો સંસ્થાને ૯૯ વર્ષ ને પેટે મળ્યા છે.
                પ્રસ્તુત મકાન શહેરના ભરચક વસ્તીવાળા  હાર્દ સમા ધાડિયાળી પોળ વિસ્તારમાં હોઈ શિક્ષણના હેતુસર ખૂબ ઉપયોગી નિવડ્યું. મકાન ટંકશાળ માટે હોઈ હીરાભાઇએ ઈજનેર ખાતા સાથે વાટાઘાટો કરી એમાં શાળાને અનુરૂપ ફેરફારો સરકાર પાસે કરાવી લીધા. આ એમની નિષ્ઠા અને લગનની જ અવિરત કૂચ હતી. આજે શાળાના પાછલા ભાગમાં ત્રણ મજલી ઈમારત આવેલી છે. ત્યાં ( રૂમ નં. ૧ થી ૧૨ ) વર્ષો પહેલાં મોટો તરણ હોજ હતો. એની સમીપે સ્થિત અન્ય એક મકાનના સ્થળે (રૂમ નં. ૧૩ થી ૧૬) ચીમની હતી. ટંકશાળા ને સાચવવા માટે ખોજા જાતિના સિપાઈઓ હતા તૈનાત કરેલા તેમનો નિવાસ હાલની શ્રી સયાજી ગર્લ્સ સ્કૂલમાં રહેતો ટંકશાળામાં ઢાળેલા ગાયકવાડી ચલણી સિક્કાઓને આ હોજમાં ઠંડા પાડવામાં આવતા ટંકશાળા ખોલતા પહેલા રાજપુરોહિત મહાલક્ષ્મી માતાના મંદિરમાં સોનાના બે ફૂલ ચઢાવતા.
          
વડોદરાના પ્રખ્યાત રાજ ઝવેરી શ્રી લાલભાઇ કલ્યાણભાઈ ને ઈ.સ.૧૯૧૫ માં રૂ।. ૫૦૦૦ લઈ આ શાળા સુપ્રત કરવામાં આવી. વિધાપ્રેમી, સજ્જ્ન અને ધંધાદારી શ્રી લાલભાઇ જેઠાલાલ મજમુદારની આગેવાની હેઠળ સંવત  ૧૯૭૩ માર્ગશીર્ષ શુદ્ધ ૧૨ તારીખ ૬-૧૨-૧૯૧૬ બુધવાર પ્રતિષિઠત ગુહસ્થોનું જુમ્મેદાર મંડળ (Board of Trustees) નીમી તેમને આ શાળાનો કબજો સોપી દેવા ધોરણસર ખત્રપત્ર કરી આપ્યુ હતુ.
ઇ.સ. ૧૯૧૮માં આ જુમ્મેદાર મંડળે શાળાની આર્થિક અને શેક્ષણિક પરિર્સ્થિતિનો કયાસ કાઢયો અને હીરાલાલ શ્રોફને પરત વડોદરા બોલાવી તેમને શાળાના આચાર્યની જવાબદારી સોંપવાનો ઠરાવ કર્યો. જુમ્મેદાર મંડળ ના આગ્રહથી  હીરાલાલ પાછા વડોદરા આવ્યા અને શાળામાં જોડાયા તે વખતે જુમ્મેદાર મંડળ ના કાર્યવાહક સભ્યશ્રીઓ નીચે પ્રમાણે હતા.
(૧) શ્રી બલવંતરાય રૂગનાથજી દેસાઇ (વકીલ)
(૨) પ્રો. શ્રી ડાહ્યાભાઈ લલ્લુભાઈ પુરોહિત
(૩) શ્રી ગુણવંતરાય ગિરધરલાલ મજમુદાર
(૪) શ્રી મણિભાઈ વસનજી દેસાઇ (માજી નાયબ દીવાન વડોદરા રાજ્ય)
(૫) શ્રી હરિપ્રસાદ ભવાનીપ્રસાદ દેસાઇ
(૬) શ્રી ગોવિંદભાઈ સારાભાઇ મજમુંદાર
(૭) શ્રી હીરાલાલ સંપતરામ શ્રોફ 
(૮) શ્રી હીરાલાલ જેઠાલાલ મજમુંદાર
(૯) શ્રી વીરબળરામ હરિસુખરામ મહેતા
ઇ.સ. ૧૯૧૮ માં ઇન્ફલુએન્જા અને પ્લેગના ઉપદ્રવની અસર ને પરિણામે શાળામાં વિધાર્થીઓની સંખ્યા ખૂબ ધટી ગઈ. તેથી જુમ્મેદાર મંડળના નિમંત્રથી શ્રી હીરાલાલ શ્રોફ સાહેબ ૧૯૧૯ના અરસામાં પુન: આચાર્યપદ સંભાળ્યુ. શ્રી હીરાલાલ શ્રોફે ઇ.સ. ૧૯૩૦ સુધી મરણપર્યત એકધારી સેવા આપી શાળાને સર્વોત્તકૃષ્ટ શિખરે પહોંચાડી સાથે બોર્ડે એક અનામત ફંડ ઊભુ કરવાનો પ્રયાસ કર્યો. એ જ સમયે સંસ્થાને શકિતશાળી કાર્યકર્તાઓ પણ મળી આવ્યા.અને શાળાની મેટ્રિક્યુલેશન પરીક્ષાના પરિણામો સરાસરી ટકાવારી કરતા ધણા ઉચાં આવવા લાગ્યા, એટલે સુધી કે ઇ.સ. ૧૯૨૯ માં ૯૫.૫ ટકા જેટલું ઉત્તમ પરિણામ આવ્યુ.
સંસ્થાનુ મકાન પાછુ લેવા સને ૧૯૩૪ થી ૧૯૪૦ સુધીમાં અનેક વાર વડોદરા રાજ્યના વિધાધિકારીએ પ્રયત્ન કરેલો પરંતુ તે સમયના નાયબ દિવાન શ્રી રામલાલભાઈની અને દીવાન સર વી.ટી. કૃષ્ણમાચારીની મદદથી આ મકાનો સંસ્થા પાસે ચાલુ રહયા. તે પછી વિધાર્થીઓની સંખ્યા ૧૪૦૦ જેટલી થઈ સંખ્યામાં વધારો થવાથી નવા મકાનની જરૂર પડી એટલે દેસાઇ શેરીમાં કાગડીવાળાનુ અને બીજુ મહેતાપોળમાં, એમ મકાનો ભાડે રાખવામાં આવ્યા.
        પ્રતિકૂળ સમય અને સંજોગોમાં કેળવણીના ધ્યેયથી અસ્તિત્વમાં આવેલી આ સંસ્થા ઉત્તરોત્તર વિકાસના સોપાન સર કરતી ગઈ. અને કન્યા વિભાગની શરૂઆત ઇ.સ. ૧૯૪૧માં થઇ તે વખતે આ શાળામાં સહશિક્ષણ હતું. પરંતુ વિધાર્થીનીઓની ભણતરની ભૂખ ઉધડતાં શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ ની સ્થાપના ઇ.સ. ૧૯૫૧ માં થઈ. જે સ્થળ હાલ અસ્તિત્વમાં છે તે શાળા બીજુ જમનાબાઈ દવાખાનાના નામે ઓળખાતુ હતું. તે વખતે આ શાળામાં વિધાર્થીઓની સંખ્યા ફક્ત ૩૦૦ જેટલી હતી. શાળાના આચાર્ય તરીકે શ્રીમતિ અનિલાબેન સી. દેસાઇ તથા ઉપચાર્ય તરીકે શ્રી ભાસ્કરભાઈ વેદ હતા. વખત જતાં અને સમાજમાં કન્યા કેળવણીની ભૂખ તીવ્ર બનતા ઇ.સ. ૧૯૫૬માં ગર્લ્સ હાઈસ્કૂલ ફોર ગર્લ્સ આ સંસ્થા ઇ.સ. ૧૯૫૧ થી છોકરીઓની અલગ હાઈસ્કૂલ રૂપે પરંતુ એક જ ટ્રસ્ટની વ્યવસ્થા હેઠળ કામ કરી રહી છે હાલ વિધાર્થીનીઓની સંખ્યા લગભગ ૧૬૦૦ સુધી પહોંચી.
સમય જતાં વડોદરા સંસ્કારી નગરીમાં જુમ્મેદાર મંડળે શ્રી સયાજી હાઈસ્કૂલની પોતાની આગવી ઓળખ સ્થાપી. જેના પરિણામે દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે માંગ વધતાં શાળા નાની પડવા લાગી એટલે ઇ.સ. ૧૯૫૫ માં પ્રભુકાશીની વાડી લેવામાં આવી.
વખત જતા તત્કાલીન ટ્રસ્ટી શ્રી જનુભાઈ પરીખ, હરિભાઈ દેસાઇ તથા ડૉ.ઠાકોરભાઈ પટેલ (માજી આરોગ્ય મંત્રીશ્રી) ના સફળ પ્રયાસોથી પ્રાયમરી (પ્રાથમિક) વિભાગ માટે નવી શાળા બાંધવાનું નક્કી થયું. જે જ્ગ્યા “પરભુ કાશીની વાડી”ના નામે ઓળખાતી હતી. તે શ્રી સયાજી હાઈસ્કૂલના પાછળના ભાગમાં આવેલી છે. એ સ્થળે શાળાનું નવુ બાંધકામ કરી ઇ.સ. ૧૯૮૪ ના જુન મહિનામાં બાલવાડી વિભાગ તથા ધોરણ ૧ થી ૭ સુધીના વર્ગો શરૂ કરવામાં આવ્યા. હાલમાં વિધાર્થીઓની સંખ્યા લગભગ ૨૭૦૦ સુધી પહોંચી. સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગની સંખ્યા ૧૬૦૦ સુધી પહોંચી. જયારે નર્સરી વિભાગ ઇ.સ. ૨૦૦૨માં નાના ભૂલકાંઓ માટે શરૂ કરવામાં આવ્યો. જેને સારો આવકાર મળી રહ્યો છે.
        શ્રી જુમ્મેદાર મંડળ સંચાલિત શ્રી સયાજી હાઈસ્કૂલે જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનુ વિશિષ્ઠ યોગદાન આપનાર અને અનેરી સિદ્ધિઓ મેળવનાર પોતાના અસંખ્ય વિધાર્થીઓ સમાજને ચરણે ધર્યા છે એ પેકી નીચેની વ્યકિતઓ ઉદાહરણરૂપે નોંધતા ગર્વ થાય છે.
  • સ્વ. ડૉ. આઈ. જી.પટેલ
(ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ પટેલ) નો જન્મ તા.૧૧મી નવેમ્બર ૧૯૨૪ ના દિને ખેડા જિલ્લાના સુનાવ ગામે થયો હતો. ગોરધનભાઇ અને કાશીબાનુ મધ્યમ વર્ગનું આ બહોળું કુટુંબ પ્રારંભિક વર્ષોમાં અમદાવાદી પોળમાં રહેતું હતું પ્રારંભિક શિક્ષણ રાવપુરા કુમાર શાળા નં.૧ માંથી મેળવ્યું હતું. ઇ.સ. ૧૯૪૦માં ઓલ્ડ એસ.એસ.સી (મેટ્રિક્યુલેશન) ની પરીક્ષા ધાડિયાળી પોળ ખાતે આવેલી શહેરની સૌથી જૂની શૌક્ષણિક સંસ્થા એવી શ્રી સયાજી હાઈસ્કૂલ માંથી  આપી હતી.તેજસ્વી શાળા જીવનને કારણે આ પરીક્ષામાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરી મુંબઇ યુનિવર્સિટીમાં દ્રિતીય ક્રમ મેળવ્યો હતો. બરોડા કૉલેજ માં ઇ.સ. ૧૯૪૪ માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એમ.એ.નો અભ્યાસ બોમ્બે સ્કૂલ ઓફ ઇકોનોમિકસ માં પ્રવેશ મેળવ્યો ત્યારબાદ વડોદરા રાજયની સ્કોલરશીપ મળતાં ઉચ્ચ અભ્યાસ અર્થે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાં બી.એ. એમ. એ. અને પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઉચ્ચ ગુણવત્તા ધરાવતો નિબંધ લખવા માટે એમણે એડમ સ્મિથ પ્રાઈઝ થી નવાજવામાં આવ્યા.
        ઇ.સ. ૧૯૪૯ માં જૂન જુલાઇ માં વડોદરા આવ્યા અને પોતાની પ્રિય માતૃસંસ્થા બરોડા કોલેજ માં જેનું હવે મહારાજા સયાજીરાવ યુર્નિવર્સીટી માં રૂપાંતર થયું હતું ત્યાં પ્રોફેસરની સન્માન યુક્ત નોકરી સ્વીકારી. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને પાછળથી થોડા મહિનાઓ માટે  પ્રિન્સિપાલ તરીકે યશસ્વી કામગીરી બજાવી અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં જોડાયા. ત્યાં ચાર વર્ષની કામગીરી કરીને ભારત સરકારના નાણાં ખાતામાં ડેપ્યુટી ઇકોનોમીક એડવાઇઝર તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૫૪ થી ઇ.સ. ૧૯૭૨ સુધીના સમયગાળા દરમિયાન પટેલ સાહેબ નાણાં ખાતામાં એક પછી એક ઉંચા સોપાનો સર કર્યા. થોડા વખત માટે દિલ્હી યુનિવર્સિટી અને ઓક્ષફર્ડ યુર્નિવર્સીટીમાં પ્રાધ્યાપક તરીકે કામ સ્વીકાર્યું.
ઇ.સ. ૧૯૭૨ ૧૯૭૭ યુ.એન.ડી.પી. ના ડેપ્યુટી એડમિસ્ટ્રેટર
ઈ. સ. ૧૯૭૭ ૧૯૮૨ રીઝર્વ બેંકના ગર્વનર
ઈ. સ. ૧૯૮૨ ૧૯૮૪ અમદાવાદમાં ઈન્ડિયન  ઈન્સ્ટ્રીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ચેરમેન
ઈ. સ. ૧૯૮૫ થી ૧૯૯૦ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના નિયામક
આજ પર્યત પદ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય નાગરિક હતા. આપણા દેશની તેમજ વિદેશની યુનિવર્સીટીઓએ તેમને ડીલીટ ની માનદ્દ ડિગ્રી, ઈંગ્લેન્ડ ની મહારાણીનાઈટ હુડ નો ખિતાબ તેમજ ભારત સરકારે પદ્મ વિભૂષણથી તેમને નવજ્યાં.
        તેમણે દેશ વિદેશ માં વ્યાખ્યાનો  આપ્યા. તેમજ ઈકોનોમિક્સ એસોસીએશનની સ્થાપના કરી . “ગ્લિમ્યસિઓફ ઈન્ડિયન ઈકોનોમિક્સ પોલીસી. જેવુ પુસ્તક આપ્યુ પોતાની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થનાર બૃહદ સમાજ આગળ ઋણ મુક્ત થવા વિધાર્થી સહાયરૂપ યોજનાઓ મૂકી.
        આમ વિરાટ વ્યકિતત્વ, કુટુંબ વત્સલ, સાદગીપૂર્ણ, ઉમદા માનવીય ગુણો ધરાવનાર શ્રી પટેલ સાહેબ નાદુરસ્ત તબિયત ના કારણે ૮૧ વર્ષને જૈફ વયે ૨૦૦૫ માં વિદેશમાં અવસાન પામ્યા.

ધાર્મિકલાલ પંડ્યા
  • ધા
ધાર્મિકલાલ પંડ્યા  જાણીતા તથા ભાગવત કથાકાર શ્રી ચૂનીલાલભાઈ પંડ્યાના સંતાન હતાં. પ્રારંભિક શિક્ષણ શ્રી સયાજી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. નાનપણથી જ સંસ્કૃત અને સંગીતમાં વિશેષ રૂચિ હોવાને કારણે સંગીતનું જ્ઞાન મેળવ્યું. વડોદરાની વિવિધ પોળોમાં આખ્યાનકથાઓ કરી, વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી તેમને કિર્તી ગુજરાતમાં ચોમેર પ્રસરી. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી અનેક કાર્યક્રમો આપી  ચૂકયા છે. કવિ પ્રેમાનંદના ૩૦-૪૦ આખ્યાનો કંઠસ્થ પ્રેમાનંદની પ્રાચીન પરંપરાને માણ, હાર્મોનિયમ, વાયોલિન, મંજીરા, તબલાથી બાખૂબી સમાજમાં પ્રસ્તુત કરી.
ભારત સરકારના સંગીત નાટક અકાદમી નવી દિલ્હી રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંગના હાથે સન્માન
પ્રાપ્ત કર્યું.  સાથે સાથે કેટલાય સિમાચિહનરૂપ માન સન્માન જેવાકે કિર્તન કેસરી, ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કર્યા. શ્રી ધાર્મિક લાલ પંડ્યા એ ભારત સિવાય યુ.કે. અમેરિકા જેવા દેશોમાં પણ પોતાના કાર્યક્રમો આપ્યા છે.
        
        ગુજરાતમાં આ અણમોલ કલા વારસો ચિરંજીવ રહે એ માટે શ્રી ધાર્મિકલાલ પંડ્યા તેઓશ્રીના નિવાસસ્થાને શ્રીમાન આખ્યાન કલાશિક્ષણ કેન્દ્ર ચલાવી રહ્યા છે.
        જલેન્દુભાઈ દવે શાળામાં સન ૧૯૫૨ થી ૧૯૫૭ ના સમયગાળામાં વિધા અભ્યાસ કર્યો નાનપણથી જ અનેક પ્રવુર્તિઓમાં અગ્રેસર રહયા છે જેવીકે સંગીત ક્ષેત્રે, વ્યાયામ ક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે વિવિધ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે તેઓ જાણીતા ચિત્રકાર પણ છે.
        ડૉ. શ્રી જતીનભાઈ વી.  મોદી શાળાના ભૂતપૂર્વ વિધાર્થી તથા જાણીતા ચામડીના રોગોના નિષ્ણાત છે. તેઓશ્રી વડોદરા મહાનગપાલિકાના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. આપશ્રી અનેક સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી રહયા છે.
ડૉ.કુલવંતસિંગ મોદી સંસ્થના ભૂતપૂર્વ વિધાર્થીઓમાં ડૉ.રાવજીભાઈ પટેલ, કે.એમ.શાહ, કે.સી.શાહ, ડૉ.પ્રદીપ મહેતા જેવા જાણીતા હસ્તીઓનો સમાવેશ થાય છે. સંસ્થાના હજારો ભૂતપૂર્વ વિધાર્થીઓમાં નિષ્ઠાવાન ડૉકટરો, વકીલો, અધ્યાપકો, અર્થશાસ્ત્રીઓ આઈ.સી.એસ. પદવીદારોનો સમાવેશ થાય છે.
શાળા ભૂતપૂર્વ શિક્ષક શ્રી એસ.ડી. પટેલ શાળામાં પી.ટી. શિક્ષણ તરીકે જોડાયા હતાં એથલેટિક રમતોમાં કડદબા, થાણા, ચિત્રાઈ, ભોપાલ, કાનપુર, કુરૂક્ષેત્ર, દિલ્હી વગેરે સ્થળોએ ગુજરાતનું પ્રતિનિધીત્વ કર્યું હતું.  વર્ષ ૯૧-૯૨ માં યોજાયેલી સ્પર્ધામાં તેમણે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વેસ્ટઝોન તરફથી રમાયેલ સ્પર્ધાત્મક રમત વર્ષ ૧૯૯૯ માં બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ થ્રોંઈગ ઈવેન્ટમાં પ્રાપ્ત થયેલો.
તદઉપરાત વડોદરા નેવલ વીંગ (નૌકાદળ) માં લાંબી સેવા બજાવેલી તેના બદલામાં બે મેડલ પ્રાપ્ત થયા હતાં.

આભાર દર્શન :
ભૂતપૂર્વ વડોદરા રાજયના અધિકારીઓએ અમને કરેલી મદદનો અમો ઉલ્લેખ કરી ગયા છે તે માટે સંસ્થાના આજના મંગલદિને અમે એમનો સર્વેનો આભાર માનીએ છીએ.
સંસ્થાને આર્થિક મદદ આપી તેનો પાયો મજબૂત કરનાર દાતાઓનુ આ શુભ પ્રસંગે સ્મરણ થાય એ સ્વાભાવિક છે અંત: કરણ પૂર્વક આભાર માનીએ છીએ.

ત્રણેય સંસ્થાઓના સંચાલક  ‘જુમ્મેદાર મંડળ’ 
 
પ્રમુખશ્રી શ્રી  - વિનુભાઈ વી. મોદી,  ભૂતપૂર્વ ડીન એમ એસ યુનિવર્સિટી
ઉપપ્રમુખશ્રી  - શ્રીમતિ હેનાબેન બી.લાખાવાલા  સામાજિક કાર્યકર
મંત્રીશ્રી       - શ્રી જગદીશભાઈ એચ.શાહ જાણીતા વકીલશ્રી
સહમંત્રીશ્રી   - શ્રીમતી કવલજીત એચ.મોદી  પ્રાથમિક વિભાગના આચાર્યાશ્રી

ટ્રસ્ટીશ્રી       - શ્રી અતુલભાઈ મહેતા, નિવૃત્ત પ્રોફેસર એમ. એસ. યુનિવર્સિટી

ટ્રસ્ટીશ્રી       - શ્રી પ્રોફેસર શ્રી આનંદ પી.માવલકર, પ્રોફેસર એમ. એસ. યુનિવર્સિટી
ટ્રસ્ટીશ્રી       - શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત સરકાર
ટ્રસ્ટીશ્રી       - શ્રી મનીષભાઈ બક્ષી ચાર્ટડ એકાઉન્ટન્ટ
ના સતત સહકાર માટે અને ઉત્સાહ માટે એમનો અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ. તેજ પ્રમાણે શ્રી સયાજી બોઈઝ હાઈસ્કૂલના આચાર્યશ્રી એન આર. ચૌધરી  તથા શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી હેમાગ્નિબેન ડી ચૌહાણ હાલ કાર્યરત છે. .તેજ પ્રમાણે ત્રણેય સંસ્થાઓમાં કામ કરતાં શિક્ષકમિત્રો, બીનશૈક્ષણિક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યા છે.
સ્વ. શ્રી જનાર્દન પરીખ, સ્વ.શ્રી કેશવલાલ હિમતરામ કામદાર, સ્વ.શ્રી ડૉ.વેણીલાલ નરસ્રિહદાસ મોદી, ડૉ.શ્રી ઠાકોરભાઈ પટેલ, સ્વ.શ્રી હરીભાઈ દેસાઇ, સ્વ.શ્રી સાકરલાલ શાહ, સ્વ. શ્રી સુભાષભાઈ શાહ જુમ્મેદાર મંડળના ભૂતપૂર્વ સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી હતી.
આ સંસ્થાએ વડોદરાને અને ગુજરાતને તથા દેશને વિશ્વકોટીના વિધાર્થીઓ આપ્યા છે. અને જીવનમાં ઉચ્ચ સ્થાનો મેળવ્યા છે એવા અમારા ભૂતપૂર્વ વિધાર્થીઓ એમની આ માતૃ સંસ્થાને કદી નહિ વિસરે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
         અંતમાં જેમના પ્રભાવશાળી વ્યક્તિત્વને ભારતની સમગ્ર જનતા ગૌરવથી યાદ કરે છે તે પ્રતાપી મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રાતઃ સ્મરણીય નામ સાથે આ સંસ્થાનું નામકરણ થયું છે.
          અમારી શાળાએ મુદ્રાલેખ તરીકે અપનાવેલા ઉપનિષદના શિક્ષણ મંત્રનું સ્મરણ કરી અમે વિરમીએ છીએ.
                                                                      સંકલન- હિમાંશુ સી. ગાંધર્વ
                   -:  વર્તમાન જુમ્મેદાર મંડળ :-
                                                   ટ્રસ્ટીશ્રીઓ
 (૨) ડૉ.શ્રી વિનુભાઈ વી. મોદી  -  M. Sc.  Ph.D.  પ્રમુખશ્રી
      વડોદરા એમ. એસ. યુનિવર્સિટિમાં માઇક્રો બયોલૉજી, બાયોકેમેસ્ટ્રી અને બાયો ટેક્નોલોજી વિભાગની  
      સ્થાપના અને વિકાસમાં અગત્યનો ફાળો આપેલ છે. તેમણે ઘણા વર્ષો ડીન તરીકે નિભવ્યા છે.

(3) શ્રી જગદીશભાઈ હીરાભાઇ શાહ B.A  (H O M E)L L B.- મંત્રીશ્રી
            સંસ્થાના માજી વિદ્યાર્થી તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પદાધિકારી છે. તેઓશ્રી જાણીતા વકીલ છે.
(4) શ્રીમતિ હેનાબેન બી. લાખાવલા - B.A  - ઉપપ્રમુખશ્રી
        તેઓ મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ પ્રવૃતિમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે.
(5) ડૉ.શ્રી અતુલભાઈ મેહતા   -  M. Sc.  Ph.D. - ટ્રસ્ટીશ્રી
        સંસ્થાના માજી વિદ્યાર્થી તથા એમ. એસ. યુનિવર્સિટિમાં વનસ્પતિ વિભાગના ડીન તરીકે નોંધપાત્ર  
        કામગીરી બજાવી ચૂક્યા છે.
(6) ડૉ.શ્રી આનંદભાઈ પી. માવલંકર M . A , Ph.D. - ટ્રસ્ટીશ્રી
       જાણીતી એમ. એસ. યુનિવર્સિટિમાં પોલિટીકલ સયન્સ વિભાગમાં વડા તરીકે નોંધપાત્ર કામગીરી  
       સંભાળે છે તથા U.G.C. ASIHSS Programme, માં કોઓરડીનેટર તરીકે વ્યવસ્થા સંભાળે છે
       સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર શ્રી ગણેશ માવળંકરના તેઓશ્રી પૌત્ર છે
(7) શ્રી મનીષભાઈ એ બક્ષી B.com. F.C.A ટ્રસ્ટીશ્રી
    જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ અને વડોદરા શહેરમાં અનેક સામાજીક સંસ્થાઓમાં પદાધિકારી તરીકે હોદ્દો  
    સંભાળે છે.
(8) શ્રીમતિ કવલજીત એચ મોદી - M . A .B .Ed સહમંત્રીશ્રી
     શ્રી સયાજી પ્રાયમરી વિભાગના આચાર્યા નોંધપાત્ર કામગીરી સંભાળે છે.વિવિધ સંસ્થાઓમાં આચાર્યાશ્રી 
     તરીકે 22 વર્ષનો અનુભવ ધરાવે છે.
(9) શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા
    


શાળામાં કર્મચારીઓના નામ
શ્રી એન.આર.ચૌધરી    -     આચાર્યશ્રી
કુ. દક્ષાબેન વી પટેલ   -     સુપરવાઈઝરશ્રી                                        

  શૈક્ષણિક પરિવાર              

શ્રી કિરણભાઈ એફ પટેલ
શ્રી કૌશિકભાઈ એ રાવલ                             
શ્રી અશોકભાઈ એમ શાહ
શ્રીમતિ જ્યોતિબેન જે રાઠવા                                                 
શ્રી ભરતભાઇ કે.પટેલ
શ્રી જમનાદાસ એચ સુવાગીયા                                                               
શ્રી જશવંતભાઈ જે પરમાર                                                  
શ્રી વિજયભાઈ કે પટેલ                                                          
શ્રી દેવન્દ્રભાઈ એ વસાવા
શ્રી દીપકભાઇ એસ. પંચાલ
શ્રી કુ નિકેતાબેન એલ પંચાલ                                        
શ્રીમતિ ધારિણી એમ વાળંદ                                                  
શ્રી કુ નિશાબેન સી પંચાલ
શ્રીમતિ સ્મિતાબેન ડી .પંચાલ
શ્રી લલ્લુભાઈ કે પરમાર
શ્રી રતિલાલ સી.ગોસાઈ
શ્રી રાજેન્દ્રભાઈ સી પટેલ                                                     
શ્રી વિઠ્ઠલભાઈ એમ ચૌહાણ
શ્રી સુરેશભાઈ પી પટેલ                                                      
શ્રીમતિ પ્રવીણાબેન બી પટેલ                                                
શ્રીવ્રજેશભાઈ એન.શાહ
શ્રી અજિતસિંગ વી ટાંક                                                       
શ્રીમતિ નયનાબેન એમ માછી
શ્રીમતિ પલ્લવિકાબેન વી ચૌધરી            

 બિનશૈક્ષણિક વિભાગ

શ્રી દિનેશભાઈ એચ ભટ્ટ
શ્રી મધુકર જી ભીસે                                                           
શ્રી કનુભાઇ સી વસાવા                                         
શ્રી કમલેશભાઈ એ પટેલ          
 
સેવક વર્ગ

શ્રી ગોપાલભાઈ વી માછી
શ્રી કનુભાઇ વી વસાવા                                                       































No comments:

Post a Comment